Search Icon
Nav Arrow
Cept students
Cept students

કુલડીની છત અને લાકડી-પથ્થરનાં શાનદાર મકાન, આ 8 દોસ્તો બદલી રહ્યા છે ગામડાની તસવીર

કોલેજનાં 8 મિત્રોએ મળીને બનાવી આર્કિટેક્ટ કંપની,જેનો ઉદ્દેશ પ્રકૃતિને અનુરૂપ કાર્ય કરવાનો છે

એવું માનવામાં આવે છે કે, વાસ્તુકળા જ બધી કળાની જનની છે. આ એક એવી કળા છે, જેમાં આપણને કોઈ પણ સમાજની જીવનશૈલી, ટેક્નોલોજી અને પ્રથાઓની ઝલક જોવા મળે છે. જોકે, સમયની સાથે તેમાં ઘણાં બધા બદલાવ આવે છે, જેને કારણે હવે એવાં ઘર બની રહ્યા છે, જે પ્રકૃતિને અનુરૂપ નથી. આજ પરેશાનીઓને જોતા આઠ દોસ્તોએ એક આર્કિટેક્ચર કંપનીની શરૂઆત કરી છે, જેનો ઉદ્દેશ્ય પ્રકૃતિની અનુરૂપ કાર્ય કરવાનું છે.

સેંટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (CEPT) અમદાવાદનાં 8 સાથીઓએ મળીને કોલેજનાં દિવસોમાં જ કંપાર્ટમેન્ટ્સ એસ 4 (Compartments S4) નામથી એક આર્કિટેક્ચર કંપની શરૂ કરી દીધી હતી. તે હેઠળ તેમનું લક્ષ્ય સતત વાસ્તુકળા દ્વારા સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે.

કંપાર્ટમેન્ટ્સ એસ 4નાં સહ-સંસ્થાપક મોનિક શાહ જણાવે છે, ‘અમે આ કંપનીને કોલેજનાં આઠ દોસ્તો સાથે મળીને વર્ષ 2017માં બનાવી હતી. તે સમયે અમે છેલ્લાં વર્ષમાં હતા. અમને કોલેજનાં દિવસોમાં ગામડામાં ફરવાની તકો મળતી હતી. તેનાંથી અમને ગ્રામીણ વાસ્તુકલામાં ઘણી રૂચિ હતી અને અમે આ દિશામાં કંઈક પોતાનું શરૂ કરવાનો નિર્ણય લીધો’.

Cept Students

તેઓ આગળ જણાવે છે,” શરૂઆતમાં અમે અમદાવાદ અર્બન ઓથોરિટી(AUDA)ની પાસે ગયા અને તેમની પાસે કેટલાંક પ્રોજેક્ટની માંગ કરી. ત્યારબાદ અમે અમદાવાદ-ગાંધીનગરની વચ્ચે ગામડામાં સામાન્ય રૂપથી શૌચાલયો અને સરોવરોમાં આર્કિટેક્ચરલ સર્વિસ આપવાની તક મળી”

કંપાર્ટમેન્ટ્સ એસ 4માં મોનિક શાહ સિવાય, અમન, કિશન, કૃષ્ણ, વેદાન્તી, નિશિતા, પ્રાશિક અને માનુની છે અને છેલ્લાં 3 વર્ષોમાં સંક્ષિપ્ત અવધિમાં તેમણે ઘણાં ઉલ્લેખનીય પ્રોજેક્ટ્સને અંજામ આપ્યો છે, જેના વિશે તમે નીચે વાંચી શકો છો.

Innovation
ઓટલા પર ગમ્મત

ઓટલા પર ગમ્મત, ડિસેમ્બર 2017

ઓટલા પર ગમ્મત એક ગુજરાતી શબ્દ છે જેનો અર્થ છે- ઓટલો એટલે બાંકડો અને પર ગમ્મત એટલે કે, વાતો કરવી

આ પ્રોજેક્ટ વિશે મોનિક શાહ જણાવે છે, “આ અમારો પહેલો પ્રોજેક્ટ હતો., તે હેઠળ અમે ગુજરાતનાં ગીર જીલ્લાનાં બાદલપરા ગ્રામપંચાયતમાં એક આંગણવાડી કેન્દ્ર બનાવ્યુ, તેની સંરચનાને અમે સ્થાનિક સંસાધનો અને કૌશલ મુજબ બનાવી”

તેમણે કહ્યુ,”તેની છતને માટીની કુલ્હડોથી બનાવવામાં આવી છે, તેના માટે અમે ગામનાં 4-5 કુંભારોને લગભગ 3000 કુલડીઓ બનાવવા માટે આપી, તો દીવાલોને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ચુનાનાં પથ્થરથી બનાવવામાં આવી છે અને સિમેન્ટનો ઉપયોગ ફક્ત સાંધામાં કરવામાં આવ્યો છે.”

Innovation

મોનિક શાહ જણાવે છેકે, ગીરમાં 45-50 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમી પડે છે, પરંતુ આ ટેક્નિકથી આંગણવાડી કેન્દ્ર બનાવવાથી ત્યાં ઘણી ઠંડક રહે છે. સાથે જ તેનાંથી સ્થાનિક રોજગારોને પણ પ્રોત્સાહન મળે છે. S4એ 12 દિવસોમાં જ પ્રોજેક્ટ પુરો કર્યા બાદ, તેનાં મોડલને ગ્રામીણોને સોંપી દીધો, જેથી જરૂરત પડવા પર તેઓ જાતે પણ આ પ્રકારની સંરચનાનું નિર્માણ કરી શકે.

તેમણે કહ્યુ,”આ કેન્દ્રમાં અમે ઘરની બેકાર વસ્તુઓ જેવીકે, કેન, ટાયર વગેરેથી બાળકો માટે પ્લે એરિયા પણ બનાવ્યો છે. આ રીતે સંરચનાને પુરી કરવામાં માત્ર 2.5 લાખ રૂપિયા ખર્ચ થયા છે. સામાન્ય રીતે એવાં કેન્દ્ર બનાવવા માટે 5-6 લાખ રૂપિયા ખર્ચ થઈ જાય છે. બાદમાં આ ગામને ગુજરાતનું સૌથી સ્વચ્છ ગામનું પુરસ્કાર મળ્યુ.”

Gujarat Innovators
લાકડીની કાઠી

લાકડીની કાઠી- મે, 2018

મોનિક શાહ જણાવે છે, “આ એક વર્કશોપ મોડ્યૂલ હતુ, તેમાં દેશનાં અલગ-અલગ હિસ્સામાંથી 40થી વધારે વોલેન્ટિયર આવ્યા હતા. જે હેઠળ અમે ઉત્તરાખંડનાં નૈનિતાલ જીલ્લાનાં ઘૂગ્ગૂખામ ગામમાં એક સ્કૂલ બનાવી છે. આ સ્કૂલનું નિર્માણ બિલકુલ સિમેન્ટ રહિત હતું. તેને માટી, પથ્થર, લાકડી વગેરેથી બનાવવામાં આવી હતી. આ ભૂકંપ પ્રતિરોધક સંરચનાને બનાવવામાં ફક્ત 17 દિવસો લાગ્યા.”

મોનિક શાહ કહે છે કે, ગામનાં લોકો માટે નાની-નાની વસ્તુઓનું પણ મોટું મહત્વ હોય છે. ઘુગ્ગૂખામ ગામનાં પ્રવેશ સ્થળ પર એક સાઈન બોર્ડ લાગ્યુ હતુ. જે બેકાર થઈ ચૂક્યુ હતુ. એટલે ત્યાં સાઈન બોર્ડ લગાવતા, તેમાં એક સ્પીકર લગાવી દીધું, તેમાં સ્થાનિક પક્ષીઓ, લોકગીતો, વરસાદ વગેરેનો અવાજ રેકોર્ડેડ હતો અને જ્યારે પણ કોઈ ત્યાંથી પસાર થાય તો તેમાંથી મધુર અવાજ આવતો, “ઘુગ્ગૂખામમાં તમારું સ્વાગત છે,” તેનાંથી ગ્રામીણો ઘણા ખુશ થયા.

Gujarat Innovators
પિંક ટોઇલેટ

પિંક ટોઇલેટ -2019

મોનિક શાહે કહ્યું કે, ઉત્તરાખંડમાં ખુલ્લામાં શૌચક્રિયાની ઘણી સમસ્યા છે. તેને ધ્યાનમાં રાખીને, તેમણે પૌડી જિલ્લા વહીવટી વતી શૌચાલયનું એક મોડેલ બનાવવાની તક મળી. તેમણે કહ્યું, “સામાન્ય રીતે શૌચાલયો બનાવવામાં 3500-4000 ઇંટો અને 25-30 સિમેન્ટની બોરીઓ લાગે છે, પરંતુ અમે તેને ફક્ત 2 હજાર ઇંટો અને સિમેન્ટની 15 બેગમાં બનાવી દીધુ. તેનાંથી ઘરને થર્મલ ઇન્સ્યુલેશન પણ મળી ગયું.”

મોનીક શાહ કહે છે કે, આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ગામલોકોને શૌચાલયનું મહત્ત્વ જણાવવાનું હતુ. તેથી, તેમણે સ્થાનિક લોકોની જરૂરિયાતોને સમજીને, તેઓએ તેમાં વેન્ડિંગ મશીન, બ્રેસ્ટ ફીડિંગ રૂમ વગેરેની પણ વ્યવસ્થા કરી. આમ, 150 ચોરસ ફૂટના આ શૌચાલય બનાવવા માટે ફક્ત 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો.

આ શૌચાલય સંપૂર્ણ રીતે ભૂકંપ પ્રતિરોધક છે અને વીજળીની સમસ્યાઓને જોતા તેમાં 7 ફૂટની ઉંચાઈએ વેન્ટિલેટર છે, જેથી શૌચાલયને કુદરતી પ્રકાશ મળી શકે. વિશેષ વાત એ છે કે, હવે પૌડી વહીવટી તંત્ર આ મોડેલ દ્વારા સમગ્ર જિલ્લામાં શૌચાલયો બનાવશે. મોનીક શાહના જણાવ્યા મુજબ આવા બે વધુ શૌચાલયો પણ બનાવવામાં આવ્યા છે.

Gujarat Innovators
અન્નાની આંગણવાડી

અન્નાની આંગણવાડી

મોનીક શાહ કહે છે કે, અમને ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં એક સ્પંદન સેન્ટર બનાવવાની તક મળી. મૂળરૂપે અહીં એક આંગણવાડી કેન્દ્ર હતું, પરંતુ ત્યાં ઘણી ગંદકી હતી અને અમારે કામ શરૂ કરવા માટે 25 ટ્રેક્ટર કચરો બહાર કાઢવો પડ્યો.

તેઓ સમજાવે છે, “આ અંતર્ગત, અમે આંગણવાડી કેન્દ્રની બહાર એક સ્પંદન કેન્દ્રને એવી રીતે બનાવ્યુકે, ગામનાં લોકો મોટા પાયે જરૂરી સભાઓ કરી શકે. અહીં પુસ્તકો અને પેમ્ફ્લેટ વગેરે પણ કવરમાં રાખવામાં આવ્યા હતા, જેથી તેઓને સરકારની નીતિઓ વિશે માહિતી મળી શકે. તેમજ બાળકોને રમવા માટેનું રમતનું મેદાન પણ બનાવવામાં આવ્યું હતું.

બાદમાં, તેમને આઈસીડીએસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને તેમને ઉત્તરાખંડના દરેક જિલ્લામાં હવામાન પ્રમાણે બે ડિઝાઇન તૈયાર કરવાની ઓફર મળી હતી.

Innovation
વાસા -2020

વાસા -2020

ત્યારબાદ S4 ને પૌડી જિલ્લામાં બીજો પ્રોજેક્ટ મળ્યો – આ વખતે લોકોને પર્યટન માટે પ્રોત્સાહન આપવા માટે. મોનિક શાહે આ વિશે સમજાવ્યું, “આ અંતર્ગત, અમે એક મહિના માટે ખીરશુ ગામમાં સંશોધન કર્યું અને નક્કી કર્યું કે, ક્યાં, કેમ અને કેવી રીતે કરવું. તે પછી અમે એક ટુરિઝમ સેન્ટર બનાવ્યું”.

તેઓ જણાવે છે, “તેમાં 4 રૂમ છે. તેના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઢવાલી કિચન છે, પછી ઉપર ફ્લોર પર એક મ્યુઝિયમ છે. અમે પ્રવાસીઓને ગામના ઇતિહાસ, પર્યટન સ્થળો, જીવનશૈલી, ખેતી, તહેવારો વગેરે વિશે જણાવવા માટે અમે 12 પેનલ બનાવી છે, જ્યાં તેઓ ગામ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી શકે છે.

“મોનિક શાહ કહે છે,”આ કેન્દ્રને લાકડા અને પથ્થરથી બનાવવામાં આવ્યુ છે. તેની સંભાળ લેવાની જવાબદારી સ્થાનિક મહિલાઓની છે. ઘણાં પર્યટક અહીં આવે છે. સાથે જ, અહીં હળદર, મંડવાનો લોટ, પાણીની બોટલ વગેરેનું પેકેજિંગ પણ થાય છે. આ રીતે, ખીરશુ ગામ આજે બ્રાન્ડ તરીકે સ્થાપિત થઈ ચૂક્યું છે.”

આ લાકડા, પથ્થર અને માટીથી સેન્ટર બનાવવા માટે 60 લાખ રૂપિયા ખર્ચ થયા છે, પરંતુ લગભગ 10 મહિનામાં 8-10 લાખ રૂપિયાની કમાણી થઈ ચુકી છે. આ રીતે, આ કેન્દ્ર ખીરશુ ગામના લોકો માટે વરદાન સાબિત થયું છે.

Cept Students

ભાવિ યોજના શું છે?

મોનીક શાહ જણાવે છેકે,આ રીતે ગ્રામીણ પ્રોજેક્ટ કર્યા પછી વ્યક્તિને સૌથી વધુ નાણાકીય સંકટનો સામનો કરવો પડે છે. તેનો જલ્દીથી ઉકેલ લાવવા માટે, અમે ટૂંક સમયમાં અમારું ફર્નિચર અને પબ્લિકેશન વેંચર શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ, જેથી આપણે આપણી જાતને વધુ કાર્યક્ષમ બનાવી શકીએ.

હાલની આર્કિટેક્ચરલ શૈલી વિશે શું કહે છે

મોનિક શાહ કહે છે કે આજે આર્કિટેક્ચરની પ્રામાણિકતા સમાપ્ત થઈ રહી છે, તેનું મુખ્ય કારણ એ છે કે આજે ઘરો, શાળાઓ, કોલેજો વગેરે એવી રીતે બનાવવામાં આવી રહ્યા છે જે વ્યવહારિક નથી. આનો સામનો કરવા માટે, સિસ્ટમો અને આર્કિટેક્ટ્સે નવી રીતે વિચારવાની જરૂર છે.

કમ્પાર્ટમેન્ટ એસ4 સાથે વાત કરવા માટે 07506184837 પર સંપર્ક કરો અથવા તમે તેમની સાથે ફેસબુક પર પણ કનેક્ટ કરી શકો છો.

મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ

આ પણ વાંચો: ગુજરાતી આર્કિટેક અડધી કિંમતમાં માટી અને નકામા સામાનમાંથી બનાવે છે સસ્તી અને ઠંડી ઈમારતો

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon