Search Icon
Nav Arrow
Avani
Avani

20 વર્ષ બાદ પણ લોકો નથી ભૂલ્યા એ દિવસ, ભૂકંપે માતા-પિતા અને એક હાથ છીનવ્યો પણ આપ્યો અમૂલ્ય પ્રેમ

ભૂકંપને 20 વર્ષ: 5 માળની ઈમારતમાં દટાયાં અવનીનાં માતા-પિતા અને ભાઈ, પોતે પણ ખોયો એક હાથ પણ મળ્યો જીવનનો અણમોલ પ્રેમ

ભૂજના એરફોર્સ ક્વાર્ટર પતિ જીગર અને 11 વર્ષની દિકરી વિધી અને જીગરની 60 વર્ષની માતા સાથે રહેતી રહેતી અવની ગોર ફેશન ડિઝાઈનર બનવા ઈચ્છે છે, પરંતુ તેના કરતાં રસપ્રદ છે તેની કહાની. વિશાળ ઘર અને ગાર્ડનમાં સાંજની ચાની મજા માણે છે અવની અને જીગર રોજ, પરંતુ 1998 પહેલાં પરિસ્થિતિ કઈંક અલગ જ હતી, જ્યારે 16 વર્ષની અવની મુંબઈથી તેના ઓઇતા સાથે પહેલીવાર ભુજ આવી હતી. વતન પાછા ફરતાં અવની તેનાં ત્રણ ભાઈબહેન અને માતા-પિતા સાથે રેલ્વે સ્ટેશન પાસે પાંચ માળના વિશાળ ઘરમાં રહેતી હતી.

અવનીના ઘરની પાસે જ જીગરનું ઘર પણ હતું. તે બંનેનાં લગ્ન થવાનાં જ હતાં. બંનેના પરિવારે આ સંબંધ પર મંજૂરીની મહોર મારી દીધી હતી. આ સમય દરમિયાન જ એક ગોજારા દિવસે આવ્યો ભૂકંપ. એ દિવસ હતો 26 જાન્યુઆરી, 2001. અવનીના પરિવારને પણ લાગ્યું કે, તેમનું આ ઘર ભૂકંપના મારને ખમી નહીં શકે અને બીકમાં બધા ઘરના દિવાનખંડમાં ભેગાં થયાં. તેના પિતાએ જોયું કે, હજી પણ અવની તેમના હાથમાં ઊંઘે જ છે ત્યાં અચાનકના ઉપરના માળ તૂટી પડ્યા અને તેમાં અવનીના માતા-પિતા અના નાના ભાઈનું અવસાન થયું. પાંચ માળની આખી ઈમારત કકડભૂસ થઈ ગઈ.

Gujarat Earthquake
Avani with Husband Jigar and Daughter

અવનીએ જ્યારે આંખ ખોળી ત્યારે થોડું અંધારું થઈ ગયું હતું. તેણે તેના માતા-પિતા, ભાઈ અને જીગરને બચાવવા માટે બૂમ પાડી.

ત્યાં અચાનક જીગરએ દુ:ખમાં કણસતી અવનીની ચીસો સાંભળો અને બચાવ ટીમને એલર્ટ કરી. ત્રણ દિવસની સખત મહેનત બાદ એર ફોર્સની ટીમે અવનીને બહાર કાઢી, ત્યા સુધી જીગર હંમેશાં તેની નજીક રહ્યો.

આ અંગે જણાવતાં જીગરે કહ્યું, “આ સંપૂર્ણ સમય દરમિયાન હું ત્યાંથી ખસ્યો પણ નહીં.” આંખ સામે સતત ભય તરવરતો હતો. વધુ સારવાર માટે અવનીને તરત જ મહારાષ્ટ્રના પુણેમાં લઈ જવી પડે તેમ હતું. તેના પડોશીઓએ બીજાં કેટલાંક સંબંધીઓને સંપર્ક કર્યો, જેથી કોઈ અવનીની સથે હોસ્પિટલ જઈ શકે, પરંતુ કોઈ મદદે ન આવ્યું, પરંતુ જીગર હંમેશાં સાથે રહ્યો. જ્યારે સંબંધીઓને ખબર પડી કે, અવની કોઈ એવી વ્યક્તિ સાથે છે, જે તેમનો સગો નથી, તો તેમણે અવની સાથેના સંબંધો કાપી નાખ્યા. અવનીનાં એક પછી એક ઘણાં ઓપરેશન કરવામાં આવ્યાં ત્યારે પણ કોઈ ન આવ્યું આગળ.

Gujarat Earthquake 2001
Gujarat Earthquake 2001 (Source)

આ બધામાં અવનીએ તેઓ ડાબો હાથ ખોયો, તો તેના ડાબા પગ પર ઉઝરડા પડી ગયા. રિકવર થતી વખતે અવનીએ જીગરને પણ કહ્યું કે, તે પણ જતો રહે, કારણકે તેને એમજ લાગતું હતું કે, હવે જીગર કોઈ અપંગને પ્રેમ નહીં કરી શકે. પરંતુ જીગરે અવનીનો સાથ ન છોડ્યો અને બંનેએ લગ્ન પણ કર્યાં.

અત્યારે તેમને એક દીકરી પણ છે. અવનીને અત્યારે ખૂબજ બોલકણી અને ભરપૂર સપનાં જોતી દીકરી રૂપે વિધી જીવવાનું એક નવું કારણ મળી ગયું છે. વિધી હંમેશાં તેની મમ્મીને તેની ઉણપોને ભૂલી આગળ વધવા જુસ્સો આપે છે. અત્યારે અવની કહે છે કે, “તેને જેની જરૂર હોય તે બધું જ છે અત્યારે તેની પાસે. હવે હું મારાં અધૂરાં સપનાં દિકરી દ્વારા પૂરાં કરવા ઈચ્છું છું. મને મારા આખા પરિવાર તરફથી એટલો બધો પ્રેમ મળ્યો છે કે, જીવન માટે મને કોઈ ફરિયાદ નથી.”

સંઘર્ષની આ કહાનીઓ ખૂબજ સુંદર રીતે આ પુસ્તકમાં વર્ણવવામાં આવી છે. તેને ખરીદવા તમે અહીં ક્લિક કરી શકો છો.

તસવીર સૌજન્ય: Immerse In/ Sandra Kudrecki

આ પણ વાંચો: વીપી મેનન, સરદાર પટેલના જમણા હાથ સમાન આ વ્યક્તિનાં કાર્યો આજે ભૂલી ગયાં લોકો

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon