વધતી ઉંમરનો મતલબ એ નથી કે તમે શોખ અને પોતાના હુન્નરને છોડી દો. જેનું જીવતું જાગતું ઉદાહરણ છે 100 વર્ષના દાદીમા, જે આ ઉંમરમાં એક સફળ બિઝનેસ ચલાવી રહ્યાં છે. અમે વાત કરી રહ્યાં છે પદ્માવતી નાયરની. વર્ષ 1920માં જન્મેલી પદ્માવતી આજે પણ રોજ 3 કલાક કામ કરે છે. તેઓ સાડીઓ પર હાથ વડે પેઈન્ટિંગ કરે છે અને પોતાના કામથી ખૂબ જ પ્રેમ કરે છે. તેમનું કહેવું છે કે, ‘વ્યસ્ત રહો અને અન્યની જિંદગીમાં દખલઅંદાજી ન કરો.’ દરેક દિવસે તેઓ પોતાના કામના ટાર્ગેટ પૂરા કરે છે. દાદીનું માનવું છે કે વ્યક્તિને એક્ટિવ રહેવું જોઈએ અને કંઈક ને કંઈક તો કરતાં રહેવું જ જોઈએ. ‘મને ખૂબ જ મજા આવે છે અને આત્મસંતુષ્ટિ પણ મળે છે.’

સવારે સાડા પાંચથી સાડા છ વચ્ચે ઉઠનારી પદ્માવતી સવારે ચા અને નાસ્તા સાથે છાપું પણ વાંચે છે. તેમની દીકરી, લતા જણાવે છે,’એ પછી, તે આશરે 10:30 કલાકે પોતાના ડેસ્ક પર કામ માટે બેસી જાય છે અને બપોરે 1 કલાકે ઉઠે છે.’ સાડી ડિઝાઈન કરવી ખૂબ જ મહેનત માગી લેતું કામ છે અને તેમાં ખૂબ જ સમય લાગે છે. જોકે, દાદી તેમનું કામ ખૂબ જ ઝીણવટથી કરે છે. આજે પણ તેઓ સાડી માટે લેઆઉટ બનાવે છે અને પછી તેમાં રંગ ભરે છે. તેમની દીકરી અને વહુ તેમના માટે સાડીઓ લાવે છે. જેના પર તે કામ કરે છે. તેમને એ પણ યાદ નથી કે અત્યાર સુદી તેમણે કેટલી સાડીઓ તૈયાર કરી છે પરંતુ દરરોજ તેઓ એ કામમાં જ લાગે છે. એક સાડી પૂરી કરવામાં તેમને એક મહિનો લાગે છે. લતા જણાવે છે કે દાદી આ કામથી થયેલી કમાણી પોતાની પાસે નથી રાખતા પરંતુ પોતાના પૌત્રી-દીકરીઓ માટે જ ખર્ચો કરે છે.

દાદીને પોતાની પહેલી કમાણી વિશે આછું આછું યાદ છે કે તેઓ કદાચ 60 વર્ષની ઉંમરના હતાં. જ્યારે તેમને પહેલી કમાણી થઈ હતી. તેઓ એક સાડી તૈયાર કરવા માટે 11 હજાર રુપિયા લે છે. જેમાં સાડીની કિંમતનો પણ સમાવેશ થાય છે અને દુપટ્ટા માટેની કિંત 3000 જેટલી લે છે. દાદી જણાવે છે કે તેની જિંદગી ખૂબ જ સારી છે. તેના 5 બાળકો અને 4 પૌત્રી તેમને ખૂબ જ પ્રેમ કરે છે અને તેનું સન્માન કરે છે. કેરળમાં જન્મેલી પદ્માવતીના લગ્ન 1945માં કેકે નાયરથી થયા હતાં અને પછી તે મુંબઈ આવી ગયા હતાં. તેમના પતિ ફોર્ડ કંપનીમાં કામ કરતા હતાં તેમને હંમેશાથી સીલાઈ-ગૂંથણનો શોખ રહ્યો છે.

તેઓ પોતે જ બાળકોના કપડા સીવતા હતાં. સમય સાથે તેમનો હાથ અને હુન્નર વળતું ગયું. દાદી યાદ કરીને એવું જણાવે છે કે, તેઓ પહેલા ખૂબ જ ઓછું કામ કરતા હતાં અને તેની દીકરી ડિઝાઈનર છે. જેથી તેમણે જ પ્રેરણા આપી અને તેની વહુઓ પણ કામ વખાણતા અને આગળ વધવાનું કહેતાં હતાં. 60 વર્ષની ઉંમર પછી પણ તેમણે પોતાના શોખને વ્યવસાય બનાવ્યો. તેઓ જણાવે છે કે જો હું 100ની ઉંમરમાં પણ કેટલુંક કમાઈ શકું છું તો એમાં ખોટું શું છે.?
હવે દાદી નવા જમાનાના રંગમાં રંગાઈ રહ્યાં છે. સ્માર્ટ ફોનથી લઈને સોશિયલ મીડિયા સુધી, તેઓ બધું જ વાપરે છે. તેમની દીકરીએ કહ્યું કે, 100 વર્ષની ઉંમરમાં પણ દાદી કોઈ પર નિર્ભર નથી. તેમણે પોતાના બાળકોને પણ આત્મનિર્ભર રહેવાની શિક્ષા આપી છે. દાદીની સલાહ બધા માટે એ જ છે કે, ‘વ્યસ્ત રહો, એવી કોઈ વસ્તુ કરો જે તમને સારી લાગે છે અને કોશિશ એવી કરો કે તમે અન્યની જિંદગીમાં દખલઅંદાજી ન કરો.’
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.