“તમે ભારતીય સેવાના અગ્રણી છો અને આ સેવાનું ભાવિ તમારા કાર્યો, તમારા ચરિત્ર અને ક્ષમતાઓ સહિત તમારી સેવા ભાવનાનાં આધાર અને સ્થાપિત પરંપરાઓ પર આધારીત રહેશે.”
21 એપ્રિલ 1947ના રોજ, દિલ્હીના મેટકાલ્ફ હાઉસ ખાતે, જ્યારે દેશ આઝાદીથી માત્ર ચાર મહિના જ દૂર હતો અને હજી સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો, ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે આ શબ્દોને અખિલ ભારતીય પ્રશાસનિક સેવાની પહેલી બેચને સંબોધિત કરતા કહ્યા હતા.
બેશક,આઝાદીના આટલા વર્ષો પછી, આજે પ્રશાસનિક વ્યવસ્થામા ભ્રષ્ટાચાર અને બેદરકારી ચરમસીમાએ છે, પરંતુ આજે અમે તમને કેટલાક અધિકારીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ તેમની પારદર્શિતા, જવાબદારી અને જવાબદેહીથી વ્યવસ્થામાં એક નવા વિશ્વાસને કાયમ કર્યો છે.
દુર્ગા શક્તિ નાગપાલ
વર્ષ 2013માં, IPS દુર્ગા ગ્રેટર નોઈડાના ગૌતમ બુદ્ધ નગરમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે પોસ્ટ કરાયા હતા.

આ સમય દરમિયાન, 2010ના બેચના આ અધિકારીએ મોટા પાયે રેતી માફિયાઓને ઉજાગર કર્યા હતા. તેમની કામગીરી દરમિયાન, આઈપીએસ દુર્ગાએ 90 થી વધુ ભૂ-ખનન માફિયાઓને જેલના સળિયા પાછળ મોકલ્યા હતા અને 2 અઠવાડિયાની અંદર 150 કરોડની રોયલ્ટી વસૂલ કરી હતી.
હાલમાં તેઓ સેન્ટ્રલ કોમર્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે પોસ્ટ છે. તમે તેની સંપૂર્ણ વાર્તા અહીં વાંચી શકો છો.
ભૂપેશ ચૌધરી
મિઝોરમનો સાઇહા જિલ્લો ‘બર્ડ્સ આઇ’ પ્રકારના મરચાંના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. મિર્ચની આ પ્રજાતિ માટે જીલ્લાને જીઆઈ ટેગ પણ મળ્યો છે. આ વિશેષ મરચાનો ઉપયોગ ઔષધીય પ્રક્રિયાઓ માટે પણ થાય છે. પરંતુ, આ ફાયદા હોવા છતા અહીંના ખેડુતોને તેનો કોઇ લાભ મળી રહ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે સઇહા જિલ્લો દેશનો સૌથી દૂર અને દુર્ગમ જીલ્લામાંથી એક છે. મોટાભાગની વસ્તી ગામડાંમાં રહે છે અને તે ખેતી અથવા મજુરી પર આધારિત છે. અહીંના ખેડૂતોની સૌથી મોટી સમસ્યા બજારથી અંતર છે, જેના કારણે તેઓ ઓછી કિંમતમાં તેમનો પાક વચેટિયાના હાથે વેચે છે.
પરંતુ, આ ચિત્ર છેલ્લા એક વર્ષમાં સંપૂર્ણ બદલાઈ ગયું છે. આજે સાઇહાના ખેડુતોને તેમની મહેનતનો પૂરો લાભ મળી રહ્યો છે અને તે સાથે જ એક અલગ ઓળખ પણ. 2014ની બેચના IAS ભુપેશ ચૌધરીના પ્રયત્નોથી આ શક્ય બન્યું છે.
તેમના માટે, ઉત્તર ભારતથી પૂર્વોત્તરમાં ટ્રાન્સફર કોઈ પડકારથી ઓછું ન હતુ. પરંતુ, થોડા દિવસોમાં, ભૂપેશે ભાષા અને સંસ્કૃતિના અવરોધોને પાર કરીને લોકોના જીવનને નવું પરિમાણ આપવામાં સફળ રહ્યા હતા. તમે તેમની સંપૂર્ણ વાર્તા અહીં વાંચી શકો છો.
અંશુલ ગુપ્તા
અંશુલ ગુપ્તા, 2016ની બેચના IAS છે, તે હાલમાં મધ્યપ્રદેશના મહૂમાં એસડીએમ તરીકે તૈનાત છે. તે અહીં 2019માં પોસ્ટ કરાયા હતા.

ત્યારબાદ, તેમણે તેમના પ્રયત્નોથી ભારતીય રેડ ક્રોસ હોસ્પિટલ (IRCH)ને ખરાબ પરિસ્થિતીમાંથી બહાર કાઢી હતી. તેમની પહેલના પરિણામે, આજે હોસ્પિટલમાં વેક્યુમ સક્શન મશીનથી લઈને સોલર પેનલ્સ સુધીની વ્યવસ્થા છે. હાલમાં, હોસ્પિટલને કોવિડ -19 કેર સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. જેના પર તેમને ગર્વ છે તમે અહીં તેમની સંપૂર્ણ વાર્તા વાંચી શકો છો.
ઓમ પ્રકાશ કસેરા
ઓમપ્રકાશ કસેરા 2012ની બેચના IAS અધિકારી છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે, તેઓ સપ્ટેમ્બર 2020 માં કોટામાં પોસ્ટ કરાયા હતા. કોટાએ ભારતનું એક મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર છે. આથી, તેમણે અહીંની વિદ્યાર્થીઓની સુવિધા તેમજ અન્ય સુવિધાઓ માટે વહીવટી કક્ષાએ અનેક સુધારાઓ કર્યા છે. પરંતુ, કોરોના રોગચાળાના સમયમાં, તેમને એક મુશ્કેલ પડકારનો સામનો કરવો પડ્યો. કારણ કે, તેમની પાસે સ્થાનિક લોકોની સાથે સાથે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની જવાબદારી હતી.

તેથી, સ્થાનિકોને જાગૃત કરવાની સાથે, તેઓએ બાળકોને નકારાત્મક વિચારોથી બચાવવા મનોવૈજ્ઞાનિકોની મદદ લીધી અને મુશ્કેલ સંજોગોમાં હજારો વિદ્યાર્થીઓને ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરી. તેમના પ્રયત્નોની દેશભરમાં પ્રશંસા થઈ. તમે તેમની સંપૂર્ણ વાર્તા અહીં વાંચી શકો છો.
હર્ષિકા સિંહ
2012ની બેચના IAS અધિકારી હર્ષિકા સિંહે જ્યારે મધ્યપ્રદેશના ટીકમગઢની કમાન સંભાળી ત્યારે તેમણે આખા જિલ્લાની કાયાપલટ કરી નાંખી.

તમને જણાવી દઈએ કે હર્ષકા જ્યાં પોસ્ટ કરાયા હતા તે જગ્યા નિરક્ષરતા અને વિષમ લિંગાનુપાત સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. આલમ એ હતો કે જો અહીં પુત્રીનો જન્મ થાય તો તેની હત્યા કરવામાં આવતી. આવી સ્થિતિમાં, હર્ષિકાએ કંઈક અનોખું કરવાનું નક્કી કર્યું અને આ હેઠળ તેણે ઓલ-વુમન સ્કૂલ શરૂ કરી, જે છોકરીઓએ પોતાનો અભ્યાસ છોડી દીધો છે અને અભણ મહિલાઓ માટે ખાસ ક્લાસ ચલાવે છે, તેણીએ અત્યાર સુધીમાં 35 શાળાઓ શરૂ કરી છે અને આ પ્રયાસને લઇને મહિલાઓ અને છોકરીઓમાં ભારે ઉત્સાહ છે. હવે 20 થી 30 મહિલાઓ તેમની શાળાઓમાં ભણવા આવી રહી છે.
હર્ષિકા સિંહના આ પગલાને ગ્રામ પંચાયત દ્વારા પણ મદદ મળી અને તેમણે રૂમ પુરા પાડવામાં અને પુસ્તકો અને અન્ય સંસાધનો પૂરા પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.
ટીકમગઢના પરિણામોથી પ્રોત્સાહિત, હર્ષિકા મંડલા જિલ્લામાં પણ તેનું પુનરાવર્તન કરવાની યોજના બનાવી રહી છે. જ્યાં તેમનું નવું પોસ્ટિંગ થયુ છે. તમે તેમની સંપૂર્ણ વાર્તા અહીં વાંચી શકો છો.
રમેશ ઘોલપ
રમેશ ઘોલાપ 2012 બેચના IAS અધિકારી છે. તે મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના રહેવાસી છે. બાળપણમાં પિતાના મૃત્યુ બાદ તેમની માતાએ તેમનો ઉછેર કર્યો તેમની માતા બંગડીઓ વેચીને ઘર ચલાવતી હતી. પરંતુ, તેમની લગન અને મહેનતથી તેમણે UPSCની પરીક્ષા પાસ કરી હતી.

તે કહે છે, “મારું બાળપણ ગરીબીમાં વિત્યુ, તેથી હું લોકોના દુખ અને વેદનાને સમજી શકું છું.” મારા માટે શક્ય હોય તેટલી હું લોકોને મદદ કરું છું. હું ઝારખંડના ખુંટી અને બેરમોમાં એસડીએમ તરીકે મૂકાયો ત્યારથી જ હું બાળ મજૂરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહ્યો છું. ઘણા બાળકો આમાંથી મુક્ત થયા છે, તેમના શિક્ષણ અને તેમના પરિવારની આજીવિકાની વ્યવસ્થા કરી છે.”
તેમના મતે આવા નિરાધાર બાળકો માટે ઘણી સરકારી યોજનાઓ છે. તેમને ફક્ત મોનિટરીંગ કરવું પડે છે. જરૂર પડે ત્યારે તે પોતે પણ તેમનો ભાર ઉપાડે છે. તમે તેમની સંપૂર્ણ વાર્તા અહીં વાંચી શકો છો.
દેવાંશ યાદવ
IAS દેવાંશ હાલમાં અરૂણાચલ પ્રદેશમાં ચાંગલાંગના ડેપ્યુટી કમિશનર છે. તેમના પ્રયત્નોને લીધે આ સ્થાનના 7 ગરીબ વિદ્યાર્થીઓને દિલ્હી યુનિવર્સિટીમાં ભણવાની તક મળી રહી છે.

આ સાત વિદ્યાર્થીઓમાંથી એક, લોંગ્સમ સપોંગ, જેણે તેની 12મા પરીક્ષામાં 89.4% અંક મેળવ્યા હતા, પરંતુ ઘરની નબળી પરિસ્થિતિઓને કારણે, આગળનો અભ્યાસ કરવામાં અસમર્થ હતો. પરંતુ, દેવાંશના પ્રયાસ પછી તેને ફરીથી તેનું સપનું જીવવાની તક મળી. તમે તેમની સંપૂર્ણ વાર્તા અહીં વાંચી શકો છો.
વિક્રાંત રાજા
IAS વિક્રાંત રાજાએ ગયા વર્ષે તેમના પ્રયાસોથી 3 મહિનાની અંદર પુડ્ડુચેરીના કરાઈકલમાં સંપૂર્ણ સુકાઈ ગયેલા 178 જળસ્ત્રોતોને ફરી જીવંત કર્યા. વરસાદના અભાવે અને કાવેરી નદીમાંથી પાણી પુરવઠાના અભાવને લીધે જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો હતો. જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત ખેડુતો તેમની જમીનનો પાંચમો ભાગ ખેતી માટે વાપરતા હતા.

આવા સમયે વિક્રાંત રાજા જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કરાઈકલ આવતા છે અને તેઓએ કોઈ પણ વિલંબ કર્યા વિના આ સમસ્યાનો ઉકેલ લાવવની યોજના બનાવી છે.
વિક્રાંત રાજાને આ બધુ કરવાની પ્રેરણા 9મી સદીના ચોલ રાજવંશ પાસેથી મળી હતી. તમે તેમની સંપૂર્ણ વાર્તા અહીં વાંચી શકો છો.
આદિત્ય રંજન
આદિત્ય રંજન 2015 બેચના IAS અધિકારી છે. ઝારખંડમાં પૂર્વ સિંહઘૂમ જિલ્લાના ડીડીસી તરીકે, તેમણે આખા ક્ષેત્રમાં આંગણવાડી કેન્દ્રોની કાયાપલટ કરી દીધી. આદિત્ય રંજનએ એક મોડેલ બનાવ્યું છે જ્યાં બાળકોને વધુ સારું શિક્ષણ, આરોગ્ય સંભાળ અને પોષણની સુવિધા મળે છે.

છેલ્લા 2 વર્ષમાં તેમણે 650થી વધુ આવા આંગણવાડી કેન્દ્રો વિકસાવ્યા છે. તેની પહેલમાં, તિતલી એનજીઓએ સંપૂર્ણ મદદ કરી છે, જેમણે આ કેન્દ્રોમાં મહિલાઓને તાલીમ આપવામાં મદદ કરી હતી. તમે તેમની સંપૂર્ણ વાર્તા અહીં વાંચી શકો છો.
દિવ્ય દેવરાજન
દિવ્ય દેવરાજન 2010 બેચના IAS અધિકારી છે. 2017માં, આદિવાસી સંઘર્ષની ઘટનાઓ સામે આવી રહી હતી. દરમિયાન, દિવ્યાનું પોસ્ટિંગ તેલંગાણાના આદિલાબાદમાં થઈ અને તેમણે પરિસ્થિતિને સારી રીતે સંભાળી. અહીં તેમણે અસંતુષ્ટ જાતિઓની સમસ્યાઓનું નિરાકરણ શોધવા કાનૂની અને બંધારણીય રીતોનો ઉપયોગ કર્યો.

આ ઉપરાંત, આદિજાતિ સમુદાયોની સંસ્કૃતિનું સન્માન અને જાળવણી કરવા માટે, દિવ્યાએ સત્તાવાર રીતે તેમના મુખ્ય તહેવારો જેવા કે ડંડારી-ગુસાડી અને નાગોબા જાત્રાને ટેકો આપવાનો પ્રયાસ કર્યો અને તેમની પરંપરાઓને વૃત્તચિત્ર તરીકે દસ્તાવેજીકરણ કરવાનો પ્રયાસ કર્યો. આલમ એ છે કે અહીંના લોકોએ તેમના ગામનું નામ દિવ્યાના સન્માનમાં “દિવ્યગુડા” રાખ્યું છે. જોકે દિવ્યાની આદિલાબાદથી બદલી કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2020માં, દિવ્યાને મહિલા, બાળ, અપંગ અને વરિષ્ઠ નાગરિકો માટે સચિવ અને કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તમે તેમની સંપૂર્ણ વાર્તા અહીં વાંચી શકો છો.
આ પણ વાંચો: બેસ્ટ ઑફ 2020: માનવતાના 10 હીરો, જે મુશ્કેલ સમયમાં લોકો માટે બન્યા આશાનું કિરણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.