Placeholder canvas

માત્ર 100 રૂપિયામાં બનતું આ સોલર કૂકર ગામડાંની ગરીબ મહિલાઓ માટે બની ગયું આશીર્વાદ સમાન

માત્ર 100 રૂપિયામાં બનતું આ સોલર કૂકર ગામડાંની ગરીબ મહિલાઓ માટે બની ગયું આશીર્વાદ સમાન

આ લેખ ગુજરાતના અલઝુબૈરનો છે, જેમણે પર્યાવરણના બચાવ અને આ્દીવાસીઓને સસ્તામાં સૂર્ય કૂલર પહોંચાડવા માત્ર 100 રૂપિયામાં બનતું સૂર્યકૂકર બનાવ્યું અને ઘરે ઘરે પહોંચીને તેમને બનાવતાં શીખવાડ્યું. અત્યારે હજારો આદીવાસીઓ લઈ રહ્યા છે તેનો લાભ.

સવારે કામ પર જતાં પહેલાં બપોરે આવીને જમવાની વ્યવસ્થા લગભગ દરેક ગૃહિણી કરતી જ હોય છે. આવું જ કઈંક જોવા મળ્યું આ આદિવાસી વિસ્તારમાં.સવારે 9 વાગે આસપાસ કામ પર નીકળતાં પહેલાં તેણે એક કપ દાળ અને સમારેલાં શાકભાજીને ધોઇને કૂકરની અંદર મૂક્યાં.

આ જ રીતે ચોખાને પણ ધોઇ કૂકરમાં મૂકી તે ખેતરમાં કામ કરવા નીકળી ગઈ. થોડા કલાક બાદ બપોરના જમવાના સમયે તે ઘરે આવી ત્યારે રસોઇ તૈયાર હતી.

આ એક જાદુઇ કે પૂર્વધારણાયુક્ત સ્થિતિ છે. ગુજરાતના ઘણા ગ્રામિણ વિસ્તારોમાં ગુજરાત ગ્રાસરૂટ્સ ઇનોવેશનલ ઓગમેન્ટેશન નેટવર્ક નેટવર્કના સિનિયર મેનેજર અલઝુબૈર સૈયદ અને અને તેમના સોલર કૂકર અભિયાન દ્વારા રસોઇની આ નવી રીતની શરૂઆત થઈ છે.

બીજું પણ ઘણું જાણવા જેવું છે આમાં..

સામાન્ય સોલર કૂકરની કિંમત 1000 ની આસપાસ હોય છે, ત્યાં આ કૂકરની કિંમત 50-100 રૂપિયાની આસપાસ જ હોય છે.

જેના કારણે અલઝુબૈર અને તેમની ટીમ ગ્રામિણ વિસ્તારોની ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શક્યા છે, સાથે-સાથે પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા પણ ઘટી છે.

હજી પણ દુનિયાની લગભગ અડધી પ્રજા રસોઇ માટે લાકડાં અને છાણાં પર નિર્ભર છે, જેના કારણે દર વર્ષે લાકડાં માટે 160 લાખ હેક્ટર જંગલોનો નાશ થાય છે. લાકડાં બાળવાના કારણે પર્યાવરણને તો નુકસાન થાય જ છે, સાથે-સાથે સતત ધુમાડાના સંપર્કમાં આવવાના કારણે ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. આ અંગે જણાવતાં અલઝુબૈર જણાવે છે કે, રસોઇ બનાવવા માટે લાકડાં માટે મહિલાઓને દૂર-દૂર સુધી ચાલીને જવું પડતું હતું.

Awarded by UN-V award 2018
અલઝુબૈરને ‘યુએન વી-અવોર્ડ 2018’ એનાયત કરવામાં આવ્યો

સૂર્યની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ
અલઝુબૈર એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા, તે સમયે જ તેમનું સપનું હતું કે, ભારતનાં ગામડાંમાં થતી રસોઇની આ રીતથી સ્વાસ્થને થતા નુકસાનને અડકાવવા કઈંક અસરકારક રસ્તો શોધવો.

ઘણા લાંબા સંશોધન બાદ, સમસ્યાનો સૌથી સીધો અને આજ સુધીનો સૌથી અસરકારક ઉપાય સોલર કૂકર મળ્યો.

આ અંગે અલઝુબૈર જણાવે છે, ‘સોલર કૂકર ખરેખર એક વરદાન છે. નવીન ઉર્જાનો ઉપયોગ કરે છે, પ્રદૂષણ ઘટાડે છે અને પર્યાવરણ માટે પણ બધી જ રીતે ફાયદાકારક છે.’

પોતાના આ પ્રોજેક્ટ પાછળ સંપૂર્ણ સમય આપી શકાય એ માટે અલઝુબૈરે નોકરી છોડી દીધી. પરંતુ ગ્રામિણ વિસ્તારોમાં તેનો ઉપયોગ વધારવા ઘણા અવરોધો ઊભા થયા.

ભારતીય બજારોમાં બે પ્રકારનાં સોલર કૂકર ઉપલબ્ધ છે. એક બોક્સ પ્રકારનું અને બીજું પરબોલા. બોક્સ પ્રકારના કૂકરની કિંમત 2000-2500 આસપાસ છે સરકારની સબસિડી બાદ. જ્યારે પરબોલા કૂકરની કિંમત 7000 થી 11,000 ની વચ્ચે હોય છે.

Take classes how to make solar cooker
ઘરે-ઘરે જઈને શીખવાડે છે સોલર કૂકર બનાવતાં

અલઝુબૈર જણાવે છે કે, ‘એક આદિવાસી પરિવારની માસિક આવક 5000-6000 રૂપિયા જ હોય છે ત્યાં તેઓને 2000 રૂપિયાનું કૂકર લાવવું કેવી રીતે પોસાય? એટલે મે કઈંક પોસાય એવો રસ્તો શોધવાનું નક્કી કર્યું, જેમાં તેમને ખરીદવાની જરૂર ન પડે, પરંતુ તેઓ જાતે પણ તેને બનાવી શકે. ત્યારબાદ તેમણે શેરોન ક્લોસનનું કોપરહેગન સોલર કૂકરનું વ્યવહારું મોડેલ બનાવ્યું અને આદિવાસી મહિલાઓને પોસાય તેની સામગ્રીનો ઉપયોગ કરી બીજાં સોલર કૂકર બનાવી તેમને મદદ કરવાનું શરૂ કર્યું.

સૌર રસોઇ અભિયાન
સકારાત્મક પરિવર્તનની શક્યતાને સમજીને અલઝુબૈર અને વીરેન્દ્રએ આ સૌર રસોઇ અભિયાનની શરૂઆત કરી અને તેમાં ગ્રામીણ અને આદિવાસી મહિલાઓ, પુરૂષો, યુવાનો અને વિદ્યાર્થીઓને પોતાનાં સોલર કૂકર બનાવવાની તાલીમ આપવાની શરૂ કરી.

આ બંને યુવાનો લોકોને સૌર ઉર્જા અંગે જ લોકોને શિક્ષિત કરે છે એવું નથી, સૌર ઉર્જાના શ્રેષ્ઠ ઉપયોગ માટે લોકોને પ્રેરે પણ છે. આ માટે તેઓ પંચમહાલ, નર્મદા, જામનગર અને જેતપુર સહિત ગુજરાતનાં 100 ગામડાંને ખેડી ચૂક્યા છે અને આ રીતે હજારો લોકોનાં જીવન બદલ્યાં છે.

અલઝુબૈર જણાવે છે, “અમે ગામડાંમાં અત્યાર સુધીમાં 100 કરતાં વધારે સોલર કૂકર વર્કશોપ કર્યા છે. છેલ્લાં બે વર્ષમાં અમારી આ ઝુંબેશ મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં ઘણાં ગામોમાં પણ પહોંચી ગઈ છે.”

educating tribal how to make this
કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ પહોંચી ઝુંબેશ

જ્યારે ઘણા ગ્રામિણ પરિવારોએ આ કૂકરનો ઉપયોગ શરૂ કરી દીધો છે ત્યાં, 2017 થી અલઝુબૈર અને તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી વીરેન્દ્ર ધાખ્ડા પ્રોટોટાઇપ માટે નવી ડિઝાઇન પર કામ કરી રહ્યા છે, જેથી કાગળ, કાડબોર્ડ અને નકામી વસ્તુઓનૂ મદદ્થી સરળતાથી કૂકરને બનાવી શકાય.

આ સંશોધન અંગે વાત કરતાં તેઓ જણાવે છે, “આ સોલર કૂકર હળવું, પોસાય તેવું અને લાંબા સમય સુધી ચાલે ચાલે તેવું છે. આ માટે તમને જરૂર છે કાર્ડબોર્ડ, એલ્યુમિનિયમ ફિલ. કપડાં સૂકવવાની પીનો અને એક દિવાની. આ માટેનાં વાસણ સ્ટીલ કે એલ્યુમિનિયમનાં હોવાં જોઇએ અને તેને બહારથી કાળા રંગથી રંગી લેવાં, જેથી તે સૂર્યની મહત્તમ ગરમી ગ્રહણ કરે. આમાંની મોટાભાગની વસ્તુઓ ઘરમાં જ હોય છે અને ન પણ હોય તો 50-100 રૂપિયા કરતાં વધારે ખર્ચ નહીં થાય. આમાં તમે દાળ, ચોખા, શાક, ઢોકળાં, હાંડવો, કેક વગેરે સરળતાથી રાંધી શકો છો.” વધુમાં તેમણે ઉમેર્યું કે, આ કૂકર મુખ્યત્વે કોપનહેગન સોલર કૂકર દ્વારા પ્રેરિત છે.

ઉપયોગમાં સરળ એવું આ કૂકર લગભગ દોઢ વર્ષ ચાલશે અને 5-6 લોકોની રસોઇ બનવામાં 2-3 કલાક લાગશે. તેનો ઉપયોગ બાળકથી લઈને મોટાં કોઇ પણ કરી શકે છે.

જોકે આ મોડેલ જેનાથી પ્રેરિત છે, તેમાં કેટલીક મર્યાદાઓ પણ છે અને અલઝુબૈર તેને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Affordable solar cooker
100 રૂપિયામાં બનતું સોલર કૂકર

આ અંગે અલઝુબૈર જણાવે છે, “આ કૂકર સૂર્ય ઉર્જાથી ચાલતું હોવાથી દિવસની રસોઇ જ આમાં બની શકે છે. ઉપરાંત શિયાળામાં અને વાદળછાયા વાતાવરણમાં રસોઇ બનવામાં થોડો વધુ સમય લાગે છે. જોકે અમે હજું આ મોડેલમાં સુધારો કરવા સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. મર્યાદાઓ હોવા છતાં નિ:શંકપણે ભારતની ગ્રામિણ મહિલાઓ માટે આ એક આશીર્વાદસમાન છે.”

તેમના આ અભૂતપૂર્વ પ્રયત્નોના કારણે અલઝુબૈરને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ નિમિત્તે ‘યુએન વી-અવોર્ડ 2018’ એનાયત કરવામાં આવ્યો. તેમના કામને દુનિયાભરમાં વખાણવામાં આવ્યું છે. તેમને ગાંધી વૈશ્વિક સોલર જર્ની (જીજીએસવાય) ખાતે સોલર એન્જલ (દૂત) તરીકે પસંદ કરવામાં આવ્યા.

અમે પણ તેમના આ સમર્પણને સલામ કરીએ છીએ અને તેમની આ પહેલ માટે અમારું સમર્થન આપીએ છીએ.

જો તમે પણ આ કામ કરવા ઇચ્છતા હોય અને મદદ કરવા ઇચ્છતા હોય તો, 9558350506 નંબર પર અલઝુબૈરનો સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો: અમદાવાદનાં 80 વર્ષનાં હોશિલાં ગુજરાતી દાદીએ ઊભું કર્યું પોતાનું ફૂડ એમ્પાયર

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X